Daily Outluk Gujarati - : શિક્ષણ
2026 માં કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ
સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે, ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ એટલે શું? તો ટૂંકમાં જણાવીએ તો આ એક એવો પ્રોફેશનલ કોર્સ છે કે જે ફાઈનાન્સ ક્ષેત્રમાં વિશ્વભરમાં તમારી કુશળતાને માન્યતા આપે છે. આ કોર્સનું પ્રમાણપત્ર સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે સાથે જ વૈશ્વિક લેવલ પર કામ કરવાની તકો પણ પૂરી પાડે છે. જેમાં મુખ્ય રીતે CFA અને CMAનો સમાવેશ થાય છે.
CFA: ચાર્ટડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટ  (Chartered Financial Analyst)
CMA: સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ  (Certified Management Accountant)
જો કોઈ વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિને વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ અને જૉબ મારફતે લાખો રૂપિયાનું પેકેજ મેળવવું હોય તો CFA અને CMA 'મોટી સફળતા' સાબિત થઈ શકે છે. આજના આધુનિક જમાનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)એ ઘણા ખરા ક્ષેત્રોમાં કામ કરવાની રીત અને પ્રોફેશનલ વર્કનો ચહેરો બદલી નાખ્યો છે. જેના પરિણામે હવે ફક્ત કોલેજની ડિગ્રી પૂરતી નથી. પરંતુ પોતાના કરિયરને આગળ વધારવા માટે CFA અને CMA એક સારામાં સારી તક કહી શકાય.
CFA એટલે શું?
CFA એ વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક ફાઈનાન્સ સર્ટિફિકેટ માનવામાં આવે છે. આ કોર્સ અમેરિકાની CFA ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. શેરબજાર તેમજ ઈન્વેસ્ટમેન્ટ બેકિંગમાં તમારે કરિયર બનાવવું હોય તો CFAએ એક સારામાં સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આજની તારીખે ઘણીખરી કંપનીઓ ફક્ત કોઈ કર્મચારી નહીં પરંતુ એવા વ્યક્તિઓની શોધમાં હોય છે કે, જે હાલનો ડેટા જોઈને ભવિષ્યનું મૂલ્યાંકન કરી શકે. આ ઉપરાંત એ પણ વિચારી શકે કે, કંપનીએ ક્યાં ખર્ચ ઘટાડવો જોઈએ અને કઈ જગ્યાએ રોકાણ વધારવું જોઈએ. ચાલુ વર્ષ એટલે કે, 2026માં પરફોર્મન્સ એનાલિટિક્સમાં CFA નિષ્ણાતોની ખૂબ માગ જોવા મળી રહી છે. CFAની સૌથી મોટી અને ફાયદાકારક વાત એ છે કે, આ કોર્સ 2થી 4 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે અને સર્ટિફિકેટ પણ મળી જાય છે.
CMA એટલે શું?
હવે વાત કરીએ CMAની તો, આ કોર્સ ખાસ કરીને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ પર કેન્દ્રિત છે. પ્રાથમિક માહિતી અનુસાર એમાં પણ બે ભાગ રહેલા છે. ખાસ કરીને તેમાં કોસ્ટ, બજેટ, પ્લાન અને સ્ટ્રેટેજી મહત્વનો ભાગ ભજવે છે. CMA નું સર્ટિફિકેટ જેની પાસે હોય એવા લોકોને કોર્પોરેટ સેક્ટરમાં જબરદસ્ત તકો મળે છે. તેઓ ફાઈનાન્સ મેનેજર, સ્ટ્રેટેજિક પ્લાનર અને કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે કામ કરી શકે છે. CMA કોર્સ ટૂંકો છે. જે 6 મહિનાથી 1.5 વર્ષ સુધીમાં પૂર્ણ કરી શકાય છે.
CFA અને CMA વચ્ચેના કોર્સમાં શું ફર્ક છે?
CFA ખાસ કરીને ઈન્વેસ્ટમેન્ટ અને માર્કેટ પર આધારિ છે. આ કિસ્સામાં CMA ફાઈનાન્સ અને મેનેજમેન્ટ પર ધ્યાન રાખે છે. જો લોકોને શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા હોય અથવા તો એમાં રસ હોય તેવા લોકો માટે CFA યોગ્ય કહી શકાય. તેની સામે જે વ્યક્તિને કંપનીની અંદર ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને ડિસિઝન મેકિંગમાં રસ હોય તેવા વ્યક્તિઓ માટે CMA ખબૂ સારો ઓપ્શન છે.
વર્ષ 2026માં ટેકનોલોજી આધારિત અવનવી તકો ઊભી થઈ છે. ભારતમાં પણ ખૂબ માંગ વધી રહી છે. આજના વિદ્યાર્થીઓ તેમજ સંલગ્ન વિષયમાં રસ ધરાવતા વ્યક્તિઓ માટે આ બન્ને કોર્સ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વૈશ્વિક સ્તરે જે લોકો કરિયર બનાવી પોતાની અલગ ઓળખ ઊભી કરવા માગે છે તેવા લોકો માટે CFA અથવા CMAનો કોર્સ 'લાઈફ લાઈન' સાબિત થઈ શકે છે. આ કોર્સમાં જે પણ વ્યક્તિને ઈન્ટરેસ્ટ હોય અને સાથે જ મહેનત કરવા માટે તૈયાર હોય તેવા લોકો આ બન્ને કોર્સ મારફતે પ્રોફેશનલ દુનિયમાં ટોચ પર જઈ શકે છે.
આ ઉપરાંત અન્ય 3 વિકલ્પો પણ છે. જેમાં ACCA, FRM અને IFRSનો સમાવેશ થાય છે. આ ત્રણેયની ટૂંકમાં માહિતી નીચે મુજબ છે.
ACCA: એસૉસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ્સ (Association of Chartered
Certified
Accountants)
આ એક આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ કોર્સ છે. જેના સર્ટિફિકેટની માન્યતા 180થી વધુ દેશોમાં આપવામાં આવી છે. એક શબ્દમાં વર્ણન કરીએ તો આ ડિગ્રી 'ઈન્ટરનેશલ સીએ' (International CA) જેવી કહી શકાય. જેનો કોર્સ સામાન્ય રીતે 2.5થી 3 વર્ષની આસપાસમાં પૂર્ણ થઈ જાય છે. જેમાં અંદાજિત સેલેરી
4-8 લાખ (ફ્રેશર) અને 10-25 લાખ (એક્સિપિરયન્સ)ને મળી શકે છે.
FRM:ફાઈનાન્સિયલ રિસ્ક મેનેજર (Financial Risk Manager)
FRM પણ એક ગ્લોબલ લેવલનું સર્ટિફિકેટ છે. જે ગ્લોબલ એસૉસિએશન ઑફ રિસ્ક પ્રૉફેશનલ દ્વારા આપવામાં આવે છે. આ કોર્સ 1થી 1.5 વર્ષમાં આસાનીથી પૂર્ણ કરી શકાય છે. જેમાં સેલેરીની વાત કરીએ તો ફ્રેશરને 6-12 લાખ રૂપિયા મળી શકે છે અને એક્સિપિરયન્સ પર્સનને 15-30 લાખ સુધીનું પેકેજ મળવાની શક્યતા છે.
IFRS:ઈન્ટરનેશલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ (International Financial
Reporting Standards)
IFRSમાં ખાસ સમજવા જેવું છે. કારણ કે, આ એક કોર્સ નથી પરંતુ એકાઉન્ટિંગ માટેના નિયમોનું માળખું છે. જે નિયમો ઈન્ટરનેશલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ દ્વારા બનાવવામાં આવ્યા છે. જેના સર્ટિફિકેશ માટે માત્ર 3થી 6 મહિનાનો સમય લાગી શકે છે અને 5-15 લાખનું પેકેજ મળવાની શક્યતા રહેલી છે. ટૂંકમાં જેટલો વધારે એક્સિપિરયન્સ એટલું જ વધારે સારું પેકેજ.
જો તમે આ કોર્સ માટે કોઈ સારી ઈન્સિટ્યૂટની શોધ કરી રહ્યા છો તો Zell એજ્યુકેશન સૌથી બેસ્ટ ઓપ્શન છે. જ્યાં તમામ પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે અને બેસ્ટ એજ્યુક્શનની ખાતરી પણ છે. જેનાથી તમારા કરિયરમાં કોઈ અડચણ નહીં આવી અને ઝડપથી સફળતાની શીખર સુધી પહોંચી જશો.
સૌથી છેલ્લે એ પણ જણાવીએ તો વર્ષ 2026માં કરિયરને નવી દિશા આપવા માટે ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ ઉત્તમ તક કહી શકાય. એટલું જ નહીં ફાઈનાન્સ ક્ષેત્રમાં એક સફળ અને સ્થિર કરિયર પણ બનાવી શકાય છે. સાથે જેમ-જેમ અનુભવો વધશે તેમ-તેમ નવા શીખરો સર કરી શકાશે અને કોર્પોરેટ ક્ષેત્રે દેશ-વિદેશમાં તમારા નામનો ડંગો વગાડતા કોઈ રોકી નહીં શકે.
ગુજરાત સરકારની 2026 ભરતી કેલેન્ડર જાહેર: KarmSakha એ બહાર પાડી 50,000+ જગ્યાઓની સંપૂર્ણ યાદી
આ યાદી karmsakha.com/gujarat-govt-job-calendar-2026
પર ઉપલબ્ધ છે, જ્યાં ઉમેદવારો વિભાગવાર, લાયકાત મુજબ અને તારીખ પ્રમાણે ભરતીઓ શોધી શકે છે.
પોલીસ ભરતીમાં 13,591 જગ્યા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ડિસેમ્બર 2025માં 13,591 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. આમાં લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ અને PSI કેડરની 858 જગ્યાઓનો સમાવેશ થાય છે. કોન્સ્ટેબલ માટે 12મું પાસ અને PSI માટે સ્નાતક લાયકાત જરૂરી છે. પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં યોજાશે.
GPSC Class-1, 2 ભરતી: 400+ પદો
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને Advertisement No. 44 થી 110 હેઠળ 400થી વધુ Class-1 અને Class-2 પદો માટે ભરતી જાહેર કરી છે. આમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની 323 જગ્યાઓ મુખ્ય છે. STI પ્રિલિમ્સ 4 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે.
શિક્ષક ભરતી: વિદ્યાસહાયક અને જ્ઞાન સહાયક
TET પાસ ઉમેદવારો માટે સૌથી મોટી તક વિદ્યાસહાયક ભરતીમાં છે. ધોરણ 1-5 અને 6-8 માટે કુલ 13,800+ જગ્યાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે 4,184 જગ્યાઓની વિશેષ ભરતી પણ ચાલી રહી છે. જ્ઞાન સહાયક ભરતી 11 મહિનાના કરાર પર છે.
GPSSB અને GSSSB ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) અને GSSSB દ્વારા AAE, જુનિયર ક્લાર્ક, વર્ક આસિસ્ટન્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને ફાયરમેન સહિત 3,000+ Class-3 પદો માટે ભરતી જાહેર થઈ છે. મોટાભાગની ભરતીઓ OJAS પોર્ટલ દ્વારા ઓનલાઈન થઈ રહી છે.
મુખ્ય ભરતીઓની છેલ્લી તારીખ
ભરતી
જગ્યાઓ
પરીક્ષા
ગુજરાત પોલીસ
13,591
જાન્યુઆરી
2026
GPSC
STI
323
4 જાન્યુઆરી
2026
વિદ્યાસહાયક
13,800+
મેરિટ આધારિત
GPSSB/GSSSB
3,000+
Q1-Q2 2026
98% ઉમેદવારો માટે વિકલ્પ
KarmSakha ના સ્થાપક યમન ખેતાન કહે છે કે દર વર્ષે 20 લાખથી વધુ ગુજરાતીઓ સરકારી નોકરીની તૈયારી કરે છે, પણ સફળતા દર માત્ર 2% છે. "બાકીના 98% ઉમેદવારો પાસે રિઝ્યુમમાં ગેપ રહી જાય છે, જેના કારણે કોર્પોરેટ રિક્રૂટર્સ તેમને ધ્યાનમાં લેતા નથી," તેમણે જણાવ્યું.
KarmSakha નું "Career
Bridge" Engine ઉમેદવારોની Polity, Economy અને Reasoning ની તૈયારીને Compliance, Data
Analysis અને Logical Reasoning જેવી કોર્પોરેટ સ્કિલ્સમાં રૂપાંતરિત કરે છે. આ પ્લેટફોર્મ Fintech અને InsurTech સેક્ટરમાં પણ ભરતી તકો પૂરી પાડે છે.
ગુજરાતની તમામ આગામી સરકારી ભરતીઓની સંપૂર્ણ યાદી, પરીક્ષા તારીખો, સિલેબસ અને ફ્રી એલર્ટ્સ માટે karmsakha.com/gujarat-govt-job-calendar-2026
ની મુલાકાત લો.
KarmSakha વિશે
KarmSakha.com
ભારતનું અગ્રણી AI-સંચાલિત કારકિર્દી પ્લેટફોર્મ છે જે 5 લાખથી વધુ ઉમેદવારોને સરકારી અને ખાનગી નોકરીની તૈયારીમાં મદદ કરે છે. સુરત સ્થિત આ સ્ટાર્ટઅપ ATS-ઓપ્ટિમાઇઝ્ડ રિઝ્યુમ બિલ્ડર,
AI ઇન્ટરવ્યૂ પ્રેપ, અને ડેઇલી જોબ એલર્ટ્સ પ્રદાન કરે છે.
સંપર્ક: info@karmsakha.com |