અમદાવાદમાં ફિલ્મ 'નઈ નવેલી'નું 11 ઓક્ટોબરે પ્રમોશન કરવા પહોંચશે યામી ગૌતમ ધર, ફિલ્મને લઈને વધશે એક્સાઈટમેન્ટ
આવામાં, હવે ફિલ્મને લઈને બની રહેલા જબરદસ્ત બઝ વચ્ચે સમાચાર છે કે લીડ એક્ટ્રેસ યામી ગૌતમ ધર 11 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાતના અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન કરવા જઈ રહી છે. આ દરમિયાન એક્ટ્રેસ ફેન્સથી લઈને મીડિયા સુધીના લોકો સાથે મુલાકાત કરશે અને ફિલ્મ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપશે.
ફિલ્મની અલગ-અલગ ખાસિયતોને ડિરેક્ટર બાલાજી મોહને ભારતીય માહોલ સાથે ખાસ અંદાજમાં જોડી છે, જ્યારે આનંદ એલ. રાયની કલર યેલો અને અમેઝોન MGM સ્ટુડિયોઝ સાથે મળીને એવી વાર્તા લઈને આવ્યા છે, જેમાં ફેન્ટસી એક જાણીતી અને પારિવારિક દુનિયાનો હિસ્સો બની જાય છે. ફિલ્મમાં જી. વી. પ્રકાશ કુમારના શાનદાર મ્યુઝિકે જીવ રેડ્યો છે. ‘ભાભી તબાહી’થી લઈને આકર્ષક થીમ ટ્રેક સુધીનાં ગીતોને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે. આ રીતે મિસ્ટ્રી, એક્શન અને ઇમોશનને પોતાની અંદર સમાવીને નઈ નવેલી લાર્જર ધેન લાઈફ વાર્તા સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
યામી ગૌતમ ધર સ્ટારર આ ફિલ્મને બાલાજી મોહને ડિરેક્ટ કરી છે, જ્યારે તેની વાર્તા હિમાંશુ શર્મા અને દિવ્ય નિધિ શર્માએ લખી છે. ફિલ્મમાં અદ્દિનાથ એમ. કોઠારે, અનુરાગ ઠાકુર, સુનીતા રાજવાર, મીતા વશિષ્ઠ, આદિત્ય કુલશ્રેષ્ઠ, સુસ્મિતા મુખર્જી અને પ્રતીક પચૌરી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. જ્યારે તેનું પ્રોડક્શન આનંદ એલ. રાય અને હિમાંશુ શર્માએ કર્યું છે. નઈ નવેલીનું મ્યુઝિક જી. વી. પ્રકાશ કુમારે આપ્યું છે. આ ફિલ્મ આ દશેરા પર 16 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.